મોટી રાવલ ગામે ખોટો વહેમ રાખી મહિલા ઉપર સળિયા વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામે આ કામના આરોપી દિલીપભાઈ તુલસીભાઈ તડવી નાઓ ફરિયાદી કપિલબેન કાંતિભાઈ વસાવા ના ઘરે રાત્રે 10:00 વાગ્યાના સમય દરમિયાન ફરિયાદી ને જણાવેલ કે તું મારા પિતા તુલસીભાઈ તડવી સાથે આડો સંબંધ કેમ રાખે છે અને અમારા ખેતર આગળથી કેમ જાય છે તેમ બોલી ખોટી શંકા રાખી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના સળિયા વડે ફરિયાદી મહિલાને પગના ગુટણના ભાગે મારી ઈજા પહોંચાડી ફેકચર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાનો ઉલ્લંઘન કરતા આ કામના મહિલા ફરિયાદી કપિલાબેન કાંતિભાઈ વસાવા એ ગરુડેશ્વર પોલીસ મથકે આરોપી દિલીપભાઈ તુલસીભાઈ તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ ગરુડેશ્વર પોલીસ ને થતા ગરુડેશ્વર પોલીસે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે