બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જેમાં એલ.સી.બી. પોલીસ સ્ટાફ આગથળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હકીકત આધારે રોકાવી પૂછપરછ કરતા પોલીસ સંતોસ કારક જવાબ ન મળતા પોલીસ ઈસમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

સરહદી રેન્જ કચ્છ ભુજ જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક તેમજ અક્ષયરાજ , પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના આધારે એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એ.બી.ભટ્ટ,પો.સબ.ઇન્સ,એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ, એલ.સી.બી સ્ટાફના માણસો આગથળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમીયાન બાતમી હકીકત મેળવી એક હિરો હોન્ડા કંપનીનુ મોટર સાઈકલ જેનો આગળ પાછળ નંબર જોતા જણાયેલ નથી જેનો ચેચીસ નં.જોતા ઘસાયેલ છે સ્પષ્ટ વંચાતો નથી સી.આર.પી.સી.કલમ 102 મુજબ તપાસ અર્થે કરી ઈસમને આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.