જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પોળો હોલ ખાતે મળી હતી. જેમાં રજૂ કરેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સંબંધીત અધિકારીઓએ કરેલી કાર્યવાહી અંગે ઉત્તરો આપ્યા હતા.

આ બેઠકમાં માર્ગ મકાન વિભાગ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહેકમ કેટલી જગ્યા ભરાયેલી છે કેટલી ખાલી છે, જર્જરીત મકાનો પ્રાથમિક શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, શિક્ષણની ગુણવત્તા અને આંગણવાડીના તૈયાર થયેલા મકાનોમાં બાળકોને બેસવાની વ્યવસ્થા, આંગણવાડી રીપેરીંગ, આચાર સંહિતા,

પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્મા કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી જેમાં આદિજાતિ ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરના ન્યુક્લિયસ બજેટ ખર્ચ તાલુકાની સમીક્ષા બેઠકની સમયસર જાણ, જળાશયોની આસપાસના વિસ્તારો વળતર વાવેતર, જિલ્લાના ૧૫ રસ્તાઓના મરામત અને ખાણ ખનીજ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા...

 આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા , જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા..