ખેડબ્રહ્મા એમ.ડી.એમ. વિભાગની રસોઈ પ્રતિયોગીતા યોજાઈ આજરોજ શનિવારના  ખેડબ્રહ્મા તાલુકાની તાલુકા કક્ષાની મિલેટ્સ કુકિંગ સ્પર્ધા 

સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા ખાતે યોજાઈ હતી, જેમાં નાયબ મામલતદાર હિમતસિંહ, એમ.ડી.એમ અને નિર્ણાયક તરીકે એ.ડી.એમ સુપરવાઈજર આઈ.સી.ડી.એસ., શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ અને અન્ય વાલીઓ ઉપસ્થિત રહેલ હતા, આ સ્પર્ધામાં કુલ 10 સ્પર્ધાકોએ ભાગ લીધેલ, જેમાં પ્રથમ ક્રમે નિચિધનાલ પ્રાથમિક શાળા ને 5000,રુપિયા 

 બીજા ક્રમે જ્યોતિ વિદ્યાલય 3000 રુપિયા અને ત્રીજા કર્મે પાટડીયા વર્ગ પ્રાથમિક શાળા 2000 રુપિયા ના ઇનામ આપવામાં આવ્યા હતા