પાંથાવાડા ખાતે 1.95 કરોડ ના ખર્ચે ઓવરહેડ ટાંકી, બે સંપ સહિત ની સુવિધા આકાર પામશે..

ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ના હસ્તે પાણી પુરવઠા યોજના નું ખાતમુહુર્ત કરાયું..

23 હજાર મીટર પાઈપ લાઈન દ્વારા 2295 ઘરો માં નલ સે જળ પાણી પહોચશે..

દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ખાતે ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ના હસ્તે 1.95 કરોડ (195 લાખ) ના ખર્ચે આકાર પામનાર પાણી પુરવઠા ની યોજના નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું..

જેમાં 23 હજાર મીટર પાઈપ લાઈન થકી 2295 ઘરો માં પીવા નું શુદ્ધ પાણી પહોચશે..

પાંથાવાડા ગામમાં આવેલ નારણપુરા, ભાખરી, હરજીપુરા અને મફતપુરા વિસ્તારની ૧૨૬૯૫ જન સંખ્યા ને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વાસ્મો પ્રોજેકટ અંતર્ગત રૂપિયા 1.95 કરોડ ના ખર્ચે આકાર પામનાર 23 હજાર મીટર પાઈપ લાઈન, 200 એમ.એચ ની 755 મીટર મુખ્ય પાઈપ લાઈન, એક લાખ લીટર ની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી, 10 લાખ લીટર ની ક્ષમતા ધરાવતો ભૂગર્ભ સંપ, બે લાખ લીટર ની ક્ષમતા ધરાવતો ભૂગર્ભ સંપ, પમ્પીંગ મશીનરી સહિત ની સુવિધાઓ ધરાવતી..

તેમજ બે હજાર થી વધુ ઘરો માં નલ સે જળ પહોચે તે માટેની યોજના નું શુક્રવારે ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું...

આ પ્રસંગે સરપંચ વેલાભાઈ માજીરાણા, પૂર્વ સરપંચ હંસાજી ગોવલાણી, રણજીતસિંહ દેવડા, રણમલસિંહ સોલંકી, સુરેન્દ્રસિંહ દરબાર તેમજ વાસ્મો પાલનપુર ના જીલ્લા કો ઓડીનેટર કૃણાલભાઈ પટેલ સહિત ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા..

આ અંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાના પાણી તેમજ સિંચાઈ ના પાણી ની સમસ્યા ઉભી ન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે..

પાંથાવાડા ગામને પીવાના પાણી માટે ૧૯૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ની યોજના મંજુર કરી છે.. 

જેથી આપને સૌએ સાથે મળીને પાણીનો બગાડ અટકાવીને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો પડશે..