આજે ડીસા આદર્શ પ્રાથમિક શાળામાં ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓ ને ડીસા ડીવાયએસપી ઓઝા સાહેબ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું

 આજરોજ ડીસા આદર્શ પ્રાથમિક શાળામાં ડીસા ડીવાયએસપી કુશલ ઓઝા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સુરક્ષા સેતુ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ડીસા આદર્શ સ્કૂલમાં ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને ડીવાયએસપી સાહેબ દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેને અનુસરીને આગામી સમયમાં પાલન કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ વિદ્યાર્થીઓમાં હિંમત સમાજ વચ્ચે સુરક્ષાનો કામગીરી કરવી અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં મદદરૂપ બનવા માટે તાલીમ પ્રાપ્ત કરીને સુરક્ષા સેતુ કાયમ કરવાની કામગીરી કરે છે આ માટે કરીને આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં આદર્શ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ તમામ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીસા ડીવાયએસપી કુશલ ઓઝા સાહેબને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન પણ કરાયું હતું તેમજ સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટના વિદ્યાર્થીઓને પણ ડીવાયએસપી ઓઝા સાહેબ દ્વારા સન્માનિત કરાયા હતા..