અમદાવાદ શહેર કાલુપુર માર્કેટના કાપડના વેપારીઓ પાસેથી રૂ.૪,૭૫,૦૫,૫૪૦/- ની રકમની છેતરપિંડી..

અમદાવાદ શહેર ના ક્રાઇમ બ્રાન્ચના મે. સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ નાઓએ વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબંધી થતા ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતુ. તેમજ આ સબંધે આવતી અરજીઓની પણ વિગતવાર તપાસ કરવા સુચના આપેલ હતી..

લવલી એન્ટરપ્રાઇઝ ના નામે ઓફીસ નં-૧૦૪,૧૦૫ પહેલો માળ વકીલ માર્કેટ રેવડી બજાર અમદાવાદ ખાતે કાપડના વેપારીઓએ ફર્મ બનાવી કાલુપુર કાપડ માર્કેટમાંથી અલગ અલગ વેપારીઓ પાસેથી જુદી જુદી ફર્મમાથી કાપડનો જુદી જુદી રકમનો માલ કુલ્લે રૂ.૧,૯૧,૧૦,૦૨૮/- નો એપ્રિલ-૨૦૨૧ થી આજદીન સુધીમાં મેળવી લઈ તે માલના નાણા નહી ચુકવી વિશ્વાસધાત છેતર પીંડી કરેલની અરજી આર્થિક ગુના નિવારણ શાખા (E OW) ક્રાઈમ બ્રાન્ચને તપાસ અર્થે મળેલ. જેની તપાસ દરમ્યાન લવલી એન્ટરપ્રાઇઝના વેપારીઓએ ફરીયાદી વેપારી સહિત અન્ય વેપારીઓ પાસેથી રૂ.૪,૭૫,૦૫,૫૪૦/- ની રકમનું રેયોન બેઝ લેડીઝ કુર્તી મટીરીયલ્સ ખરીદ કરી રૂ.૨,૦૯,૦૪,૪૪૩/- ની રકમ નહીં ચુકવી કાપડના વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાનું વેપારીઓના નિવેદનો તેમજ પુરાવાઓ આધારે જણાઈ આવેલ જેથી આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી વધુ પુરાવા મેળવવામાં આવેલ અને અરજી તપાસના અંતે ગુનાહીત જણાઇ આવતા આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશન "એ" પાર્ટ ગુરનં ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૧૧/૨૦૨૩ ઇપીકો કલમ-૪૦૬, ૪૦૯,૪૨૦,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ..

આ ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરવા સારૂ અલગ અલગ બે ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ માં પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.રાવલ તથા પો.કો.હરપાલસિંહ અણદુભા બ.નં.૧૩૧૯૫ નાઓએ ટેકનિકલ એનાલિસીસ કરી તથા હે.કો. મહાવિરસિંહ બળવંતસિંહ બ.નં.૪૬૧૧ તથા હે.કો.જલાભાઇ પીરાભાઇ બ.નં.૪૯૮૭ તથા હે.કો.આનંદભાઇ મનસુખભાઈ બ.નં.૭૪૪૧ તથા હે.કો.પિયુષકુમાર જયંતીભાઇ બ.નં.૬૯૭૧ નાઓએ ફિલ્ડ વર્ક કરી બન્ને ટીમોએ એકબીજા સાથે સંકલન જાળવી..

આરોપીઓ

(૧) શની વિનુભાઇ વનરા ઉ.વ.૨૩ ત્રણેય રહે-૧૦૬, બંસીધર રો-હાઉસ, જહાંગીરપુરા, ઇસ્કોન સર્કલવિનુ ભાઇ વનરા ઉ.વ.૨૦

(૨) વિનુભાઇ ખીમજીભાઇ વનરા ઉ.વ.૫૨ તથા (૩) નિકુલ પાસે, સુરત તથા મુળ ગામ-રાણપરડા તા-પાલીતાણા જી-ભાવનગર નાઓને ઝડપી પાડેલ..