પાવીજેતપુર થી રતનપુર જતા ઓરસંગ નદીના ઉપર બનેલ રતનપુર પુલ ના પીલરો ના સળિયા રેતી ધોવાનના કારણે તેમજ વધુ પડતું રેતી ખનન થવાના કારણે બહાર આવી જતા પુલ ના ફાઉન્ડેશનના રીપેરીંગ કામ માટે રૂપિયા 3 કરોડ સરકાર દ્વારા મંજૂર કરી કામની શરૂઆત કરી દેવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનનનો ધંધો ખૂબ વધી ગયો છે ત્યારે પાવીજેતપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપર બનાવેલ રતનપુર પુલ ના લાંબા સમયથી પિલરોના ફાઉન્ડેશનના સળિયા નીકળી જઈ ખસ્તા હાલત થઈ જવા પામી હતી. જે અંગે આ વિસ્તારના સજાગ નાગરિક અને વકીલ એવા લલિતભાઈ રોહિત દ્વારા અવારનવાર ઉચ્ચ સ્તરે સરકારમાં લેખિત રજૂઆતો કરવામાં આવી હોય તેમજ અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા સરકારને ધ્યાને આવતા. આ રતનપુર પુલ નીચે આવેલા પીલરોની હાલત યુદ્ધના ધોરણે રીપેર કરવા માટે રૂપિયા ત્રણ કરોડ ફાળવતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પુલ ઉપરથી રોજના હજારો વિહિકલો પસાર થતા હોય ત્યારે વાહન ચાલકોને પણ તકલીફ ન પડે તે માટે અગાઉથી જિલ્લા કલેકટરે જાહેરનામું પાડી દઈ રીપેરીંગ કામ કરવા માટે ૧૨ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી એક મહિના માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
રતનપુર પુલના ૧૯ જેટલા પીલરો નું રીપેરીંગ કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું છે.
પાવીજેતપુર નજીક રતનપુર પુલમાં ફાઉન્ડેશનના ફાઈલના સળિયા બહાર નીકળી ગયા હોવાના કારણે ફાઉન્ડેશન રેસ્ટોરેશન માટે કોન્ટ્રાક્ટર એજન્સી ફિક્સ કરી દેવામાં આવી છે. ફાઉન્ડેશનના ફાઇલમાં સળિયા બહાર નીકળી ગયા હોય તેને કોન્ક્રીટ જેકેટિંગ કરી રીપેરીંગ કામનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ૧૯ પિલારો માં એક પીલર ને છોડી એક પિલર નીચે ખોદકામ કરી, પીલર નીચેના ચાર પાઇલ્સ ખોદી, આજુબાજુથી માટી, કચરો તેમજ જે પાઈલ્સ ના સળિયા દેખાઈ રહ્યા છે તેને કેમિકલ લગાવી સફાઈ કરી, જાડા પતરાની પાઈપો બનાવી પાઈલ્સ ઉપર લગાવી, જાડા સળિયા મૂકી કોન્ક્રીટ જેકેટિંગ કરી રીપેરીંગ કામ આરંભી દેવામાં આવ્યું છે.
આમ, પાવીજેતપુર તાલુકાના રતનપુર પુલ ના ફાઉન્ડેશનના રીપેરીંગ કામનું પ્રારંભ થઈ જતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.