વિસનગર તાલુકાના એક ગામેથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાદીના ઘરમાં સુઈ રહેલી 17 વર્ષીય કિશોરી પર યુવકે બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે યુવકે હેરાન પરેશાન કરતા કિશોરીએ યુવક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિસનગર તાલુકાના એક ગામે રહેતી કિશોરી પોતાના પિતાના ઘરેથી દાદીનું ઘર નજીક હોવાથી ત્યાં ઊંઘવા માટે જતી હતી. જ્યાં ગત તારીખ 10/12/2022 ના રોજ રાતના અગિયાર વાગે વાઘેલા વિશાલ ગોવિંદસિંહ નામના શખ્સે ઘરમાં ઘુસી બળજબરી પૂર્વક કિશોરીના મરજી વિરુદ્ધનું દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. દુષ્કર્મ આચર્યા બાદ પણ શખ્સે કિશોરીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. તેમજ વારંવાર કિશોરીનો પીછો કરી પોતાની સાથે ભાગી જવા માટે દબાણ કર્યું હતું. જેમાં ગત તારીખ 11/01/2023 ના રોજ વિશાલે કિશોરીને ફરવા લઈ જવા માટે ધમકાવતા હેરાન પરેશાન કરતા કિશોરીએ પરિવારને જાણ કરી હતી.
આમ, 17 વર્ષીય કિશોરી પર બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી, હેરાન પરેશાન કરી, ફરવા લઈ જવા માટે દબાણ કરી કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા વાઘેલા વિશાલ ગોવિંદસિંહ નામના શખ્સ વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં કિશોરીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શખ્સ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ 376,354(D),506(1) તેમજ પોક્સો અધિનિયમ કલમ 4,8,12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.