નિઘટ ગામ નજીક રસ્તો રોકી પંચ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી પ્રસાદભાઈ ઉર્ફે મોટું સામસિંઘભાઈ વસાવા તથા સાહેદ નાઓ બે મોટરસાયકલ ઉપર ડેડીયાપાડાથી ઘરે જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન આ કામના આરોપીઓ મોજે નિઘટ ગામે રામેશ્વર હોટલ નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે આ કામના ફરિયાદી તથા સાહેદોની બંને મોટરસાયકલ રોકી ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી તથા સાહેદોની મોટર સાયકલ રોકી આરોપી રિતેશભાઈ ખાંનસિંગભાઇ વસાભાઈ એ લોખંડ ના પંચથી સાહેદ સાગરભાઇ ને ડાબા હાથના પંજા ઉપર તથા કાંડા ઉપર તેમજ માથાના ભાગે કપાળ ઉપર તથા માથાના પાછળના ભાગે પંચ મારી નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી તેમજ સાહેદ અંકિતભાઈ નાઓને ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે તથા માથાના ભાગે પંચ મારી નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી અને ફરિયાદી પ્રસાદભાઈ વસાવા તથા તુષારભાઈ અને નિકુંજભાઈ નાઓને તમામ આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી ગમે તેમ મા બહેન સમાન ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના હથિયારબંધી ના જાહેરનામાનો ભંગ કરતા આ કામના ફરિયાદી પ્રસાદભાઈ ઉર્ફે મોટું સામસીંગભાઇ વસાવાએ દેડયાપાડા પોલીસ માથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે આરોપી (1) યુવરાજભાઈ દૂરસિંગભાઈ વસાવા (2) રાહુલભાઈ દિનેશભાઈ વસાવા (3) રાજુભાઈ ઉરતમભાઈ વસાવા (4) રીતેશભાઈ ખાનસિંહભાઈ વસાવા (5) પાર્થભાઈ ગણેશભાઈ વસાવા (6) જયરામભાઈ હિંમતભાઈ વસાવા તથા (7) જયહિન્દભાઇ ઉર્ફે પંકેસ રણછોડભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે