વરાછા ગામે થિ આક ફરકના આંકડા લખતા એક આરોપીને ઝડપી પાડતી આમલેથા પોલીસ

મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે મોજે વરાછા ગામે ભાથીજી દાદા ના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ઇશમ પોતાના આર્થિક ફાયદા માટે આક ફરક ના આંકડા લખે છે જે બાતમીના આધારે આમલેથા પોલીસ સ્ટાફના માણસો મોજે વરાછા ગામે ભાથીજી દાદા ના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર અંગે રેડ કરતા આ કામના આરોપી અજીતભાઈ ચંપકભાઈ વસાવા રહે ભચરવાડા નવી વસાહત ફરયુ તાલુકો નાંદોદનાઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે આક ફરક ના આંકડાઓ લખિ લખાવી હાર જીતનો જુગાર રમી રમાડતા આમલેથા પોલીસ દ્વારા રેડ દરમિયાન ઝડપાઇ આવ્યો આમલેથા પોલીસે ઝડપાયેલા આરોપીની અંગઝડતીમાં મળેલા રોકડા રૂપિયા 370 આંકડા લખેલી સ્લીપ બુક બોલપેન કાર્બન પેપર તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ 370 ના મુદ્દા માલ સાથે આરોપી અજીતભાઈ ચંપકભાઈ વસાવાને ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી દે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે