યહા મોગી ચોક થી નેત્રંગ રોડ ઉપર આવેલા ગેરેજ માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો

મળતી માહિતી અનુસાર હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા દ્વારા ગેરેજ માલિકોએ રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ હોય જે અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો ચેકિંગમાં નીકળ્યા હતા દરમિયાન યહા મોગી ચોક થી નેત્રંગ રોડ ઉપર આવેલા શિવમ ઓટો ગેરેજ ખાતે આવી ગેરેજ માલિક પાસે વાહનો અંગેનું રજીસ્ટર માંગતા ગેરેજ માલિકે રજીસ્ટર નહીં નિભાવેલ હોય ડેડીયાપાડા પોલીસે ગેરેજ માલિક ફતે બહાદુર શંકર દયાલ હાલ રહે શાંતિનગર સોસાયટી તાલુકો ડેડીયાપાડા નાઓ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામનો ભંગ બદલ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે