કાંકરેજ :- શ્રી નવદુર્ગા વિદ્યાલય માં પતંગોત્સવ ઉજવાયો.,,ઉતરાયણ પર્વ ના માત્ર ગણતરીના કલાકો બાકી છે.ત્યારે પતંગ રશિયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શાળા કોલેજોમાં પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પતંગ ચગાવી આનંદ માણ્યો હતો.શાળા ના આચાર્યશ્રી કંચનજી ઠાકોર તેમજ શાળાના શિક્ષકો હાજર રહી પતંગ ઉત્સવ ની ઉજવણી કરી હતી..