રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રમતોત્સવ ઉજવણી કરાઈ આર.એન.પટેલ હાઇસ્કુલ તખતગઢ ખાતે 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે રમતોત્સવની ઉજવણી કરાઇ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢની આર.એન.પટેલ હાઇસ્કુલ ખાતે યુવા દિવસની નિમિત્તે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તથા નહેરુ યુવા કેન્દ્ર પ્રાંતિજ દ્વારા રમતોરત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે તા. ૧૨ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન રાષ્ટ્રીય યુવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અનુસંધાને તખતગઢ મુકામે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટક ખાતે ઉજવાયેલા રાષ્ટ્રીય યુવા ઉત્સવ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને રાષ્ટ્ર જોગ ઉદબોધનનું લાઈવ પ્રસારણ પ્રોજેક્ટર પર બતાવવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓમાં રમત ગમત થકી શારીરીક અને માનસિક ક્ષમતાઓમાં વધારો થાય તેમજ સ્વામી વિવેકાનંદના વિચારો અને જીવન કવન થકી દેશના વિકાસ માટે આગળ આવવા પ્રેરીત કર્યા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજનું તખતગઢ ગામ આજે દેશમાં પાણી વ્યવસ્થાપનમાં અગ્રેસર છે. જળ જીવન મીશન અંતર્ગત રાષ્ટ્રીયકક્ષાએ રષ્ટ્રપતિ દ્રારા આ ગામને એવોર્ડ મળ્યો હતો. આ ગામના યુવા સરપંચશ્રી દ્રારા ભારત સરકારના અને રાજ્ય સરકારના વિવિધ અભિયાનને અમલી બનાવી ગામનો સુંદર વિકાસ કર્યો છે. આ કાર્યક્ર્મમાં ગામના સરપંચ શ્રી નિશાંતભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પટેલ, હિંમતનગર યુવા કેન્દ્રના હિમાંશુ ઉપાધ્યાય તેમજ કાર્યકરો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मियां मुसलमान' समुदाय पर टिप्पणी के लिए असम के सीएम के ख़िलाफ़ एफ़आईआर
राज्यसभा सांसद अजीत भुइयां ने असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा के खिलाफ एफआईआर दर्ज कराई है...
हरियाणा में 2 निर्दलीय विधायकों का BJP को समर्थन:दिल्ली जाकर बोले- समर्थकों ने कहा
हरियाणा में बहुमत में आई BJP को 2 निर्दलीय विधायकों ने समर्थन दे दिया है। गन्नौर से देवेंद्र...
जिला स्थापना समिति की बैठक आयोजित
राजकीय प्राथमिक विद्यालय अध्यापक सीधी भर्ती 2021 व 2022 के संबंध में जिला परिषद स्थित कक्ष में...
Women Traders | शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex |CNBC Awaaz
Women Traders | शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex |CNBC Awaaz