આવાજ ગુજરાતી ન્યુઝ ૨૪×7 આર.એચ.રાજપૂત

બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ કુભારડી સણવાલ અનિયમિત બસ સેવાથી પરેશાન વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ વાવ થરાદ આસપાસના ગામડાઓમાં સમયસર બસ ન આવતી હોવાના આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે થરાદ વાવ કુભારડી સણવાલ અને આસપાસના ગામડામાં બસની અનિયમિતતા વારંવાર રહેતી હોય છે અને આ અંગે તંત્રને અમે વારંવાર રજૂઆત કરી છે આમ છતા સમસ્યાનું નિરાકરણ આવ્યુ નથી.

થરાદ વાવ કુભારડી સણવાલ દૈયપ આસપાસના ગામોમાં સમયસર બસ ન આવવાની અને બસ નાઉભી રાખવાની સમસ્યાથી પરેશાન પાસધારક વિદ્યાર્થીઓએ પોતના જીવના જોખમે પ્રાઇવેટ સાધનો માં ટેંગી મુસાફરી કરી ઘર સુધી જવામાં મજબૂર બન્યા છે.