*ગાંધીધામ ના ડી.પી.ટી મેદાન માં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા 2023 ની પ્રથમ "મેરેથોન" નું આયોજન કરવામાં આવ્યું* 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગાંધીધામ માં નવનિર્મિત NGO પ્રયાસ ફાઉન્ડેશન જેનું અગાઉ એક મહિના પહેલા જ 101 સભ્યો સાથે લોન્ચ કરાયું . જે ગ્રુપ માં હાલ ટોટલ ૧૧૯ સભ્યો સાથે સક્રિય છે. આ પ્રયાસ ફાઉન્ડેશન નો પ્રથમ પ્રયાસ દિન દયાલ પોર્ટ ના મેદાન માં પ્રથમ મેરેથોન કરી ને ખુબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું . આ આયોજન માં કમાન્ડન્ટ જી. આર.સિંગ 3બીએન બી એસ.એફ દ્વારા લીલી ઝંડી બતાવી મેરેથોન ખુલ્લુ મુકાયું હતું. આ મેરેથોન માં 900 થી વધારે લોકો એ ભાગ લીધો હતો. મેરેથોન માં અલગ અલગ કેટેગરી માં સ્પર્ધા રાખવામાં આવી હતી જેમ કે 10 વર્ષથી 18 વર્ષ, 18 વર્ષથી 30 વર્ષ, 30 વર્ષથી 50 વર્ષ અને 50 વર્ષથી ઉપરના. તમામ વિજેતા માટે ટોટલ 12 મેડલ રાખવામાં આવ્યા હતા. આ આયોજન માં "પ્રયાસ ફાઉન્ડેશન" તરફથી ટીશર્ટ, એનર્જી ડ્રીંક, ઉપમા નાસ્તો, ચા અને કોફી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમાત્રિત મહેમાન માં ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા બેન ટીલવાની આ આયોજનમાં પધાર્યા હતા. ઈશિતાબેન દ્વારા તમામ ભાગ લેનાર વિજેતાઓને મેડલ પહેરાવી સન્માનિત કર્યા હતા. આ આયોજન નું સંચાલન સંસ્થાપકો પ્રદીપ પરિહાર અને અસ્મિતા બલદાણીયા આહિર દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે સાથે સંસ્થાપકો ડોક્ટર નિકુંજ બલદાણીયા, ડો. કમલેશ થારવાની, ડો.કાજલ થારવાની, રેખા પરિહાર ,કમલ પરિહાર દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ફીટનેશ ટ્રેનર શીતલ દાવડા દ્વારા વહેલી સવારે વાર્મ -અપ અને અલગ અલગ કસરતો કરાવવામાં આવી હતી.

આ આયોજન માં સરકારી પ્રશાસન પણ ખડે પગે સાથ આપ્યો હતો. ટ્રાફિક પોલીસ તથા આદિપુર પોલીસ સ્ટેશન ,બી ડિવિઝન તમામ મામલતદાર ,108 સૌનો સહયોગ રહ્યો હતો. ડોક્ટર જીગ્નેશ મહેતા દ્વારા એમ્બ્યુલન્સની સેવા અપાઈ હતી. આ આયોજનમાં 10 વર્ષ થી માંડી ૭૫ વર્ષ ઉપરના વૃદ્ધાઓએ પણ ભાગ લીધો , એની સાથે વિકલાંગો એ પણ ભાગ હતો. આ મેરાથોન માં ડીપીટી ગ્રાઉન્ડ થી મુદ્રા સર્કલ અને મુદ્રા સર્કલથી ફરી ડીપીટી ગ્રાઉન્ડ સુધી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ આયોજનમાં પી આઇ - મોરી સાહેબ, પીએસઆઇ આર .જે.સિસોદિયા ,પી.એસ.આઇ આર એન બરાડીયા ભાગ લઈ અને ઉત્સાહભેર પૂર્ણ કરી હતી. આ આયોજનમાં ગાંધીધામ ફોટો સ્ટુડિયો દ્વારા ફોટો શૂટ માં પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો .તથા જીતેન્દ્ર ભાવનાની દ્વારા ચા ને ઉપમા ના નાસ્તા માં પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.કનુભાઈ (લાલા ભાઈ) જોશી અને સુરેશ સેટ્ટી દ્વારા પાણી માં પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. આયોજન માં પ્રોજેક્ટ હેડ તરીકે જીતુભાઈ ભાવનાની, ફાઉન્ડર કમલ પરિહાર, અને તરૂણા પ્રજાપતિ સાથેપ્ર યાસ ફાઉન્ડેશનના કમિટી મેમ્બર હરેશકુમાર તુલસીદાસ,સુરેશભાઈ શેટ્ટી ,યસદીપ સિંહ જાડેજા,સુરેશભાઈ મેથવાની ,હરપાલભાઇ ગોહિલ ,નિરંજનભાઇ પ્રજાપતિ, મુકેશભાઈ મહેશ્વરી, મોહનભાઈ આહીર, જગદીશભાઈ લાલવાની, ભગીરથસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, તેજપાલભાઈ ,સચિનભાઈ ગોયલ ,શ્રી બેન આહીર ,દીપા બલવાની, પ્રિયંકા બાગરેચા, પૂજા ગાલાની, પૂજા પરિયાની, સ્નેહલ ઠક્કર, પાયલ દાદલાની આ ટીમ એ જહેમત ઉઠાવી હતી.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*