આજ ના સમય માં અનેક સેવાકીય પ્રવુતિ કરતા લોકો જોવા મળી રહ્યા છે.શ્રી ચુંવાળ જુથ પાંચ પરગણા વાળંદ સમાજ ના બેતાલીસ જુથના રૂદાતલ ગામના શ્રી આર. જી . લીંબાચીયા સાહેબ એટલે કે શ્રી રમણભાઈ લીંબાચીયા સાહેબ,સમગ્ર ગુજરાત ભરના નાયી વાળંદ સમાજ માં જેમની સમાજ દર્શન ચેનલ નામની યુ ટ્યુબ ચેનલ કાર્યવંત છે.જે ચેનલ એ ટુંક જ સમયમાં ઘણી બધી પ્રસિદ્ધિ મેળવેલ છે.શ્રી આર. જી. લીંબાચીયા સાહેબ સમગ્ર ગુજરાત ભર નો પ્રવાસ સ્વખર્ચે કરીને એમની ચેનલમાં માત્ર નાયી વાળંદ સમાજના સંત , મહંતો , સાધુ - સાધ્વીજીઓ જેઓ સમાધિવસ્થ થયેલ હોય અથવા તો હયાત હોય તેવી જગ્યાએ એમનાં આશ્રમ ની માહિતિ તેમજ સમાજના અણમોલ વ્યકિત્વ ધરાવતા સમાજ રત્નો ને તેમજ સમાજ ના સારા નરસા કાર્યક્રમો નું લાઈવ કવરેજ કરીને , જાત તપાસ કરીને સમાજ સમક્ષ પ્રસ્તુત કરે છે..મિત્રો..,64 , વર્ષની ઉંમરેય જ્યારે નિવૃત જીવન પરીવાર ની સાથે ગાળવાનું હોય ત્યારે શ્રી આર જી. લીંબાચીયા સાહેબ સમાજની સેવાના સાચા ભેખધારી રૂપે પ્રગટ થયા છે.નાયી વાળંદ સમાજનું અણમોલ સાહિત્ય જે મેળવવું દુર્લભ હોય ત્યારે તેઓશ્રી અથાગ મહેનત કરીને ઘણી તકલીફો સહન કરીને પણ આપણાં સમાજ ની જનસમુદાય ને વધારેમાં વધારે જાણકારી મળે તેવા ઉમદા આશય થી તેઓ અવિરત કાર્યરત છે. તેમની સમાજ સેવાને આપણે સૌ એ બીરદાવવી જોઈએ જેથી એમનો કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે અને સમાજ ને એમની ચેનલના માધ્યમ થી નવી જાણકારી મળતી રહે.હું શ્રી રઘુભાઈ નાયી પત્રકાર હાલ : દિયોદર , બનાસકાંઠા,એમનાં સમાજલક્ષી કાર્યો થી પ્રેરાઇને એમનું આગામી જીવન સુખરૂપ સમાજ સેવામાં વીતે એવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ આપણાં કુળદેવી લીંબચ માતાજી અને સેનજી મહારાજ પાસે સદાય ને માટે પ્રાર્થના કરૂ છું..