તા.૧૧/૦૧/૨૦૨૩

આગથળા પો.સ્ટે. વિસ્તારમાં રાત્રી દરમ્યાન ચાલુ ટ્રકે બોરીઓ ચોરતી ગેગને પકડી કિ.રૂ-૩૦૦૮૦૦/- મુદામાલ શોધી કાઢતી આગથળા પોલીસ.. 

      

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધીક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ બનાસકાંઠા જીલ્લાનાઓ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડૉ. કુશલ આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ચૌધરી સાહેબ ડીસા સર્કલ નાઓએ મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા અંગે અમોને અવાર નવાર સુચના કરેલ હોઇ 

  આજરોજ અમો એન.એચ.રાણા પો.સબ.ઇન્સ. આગથળા પો.સ્ટે. નાઓ પો.સ્ટે. હાજર હતા દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે આગથળા પો.સ્ટે. (૧) આગથળા પો.સ્ટે. પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૧૨૩૦૦૦૬ ઇ.પી.કો. ક.૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામના આરોપીઓ એક ઇકો ગાડીમાં બેસી ડીસાથી લાખણી તરફ આવે છે. જેવી બાતમી હકીકત HC લક્ષ્મણસીંહ મંગળસીહ નાઓને મળેલ બાતમી હકિકત આધારે આગથળા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીગ દરમ્યાન ઉપરોકત ગેગ પૈકી ના બે આરોપીઓ (૧) રામાભાઈ ભીખાભાઈ જાતે.સરાણીયા ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.હાલ જીવન જ્યોત સોસાયટી, આમીનકાકાના વાડા પાસે, જુના ડીસા તા.ડીસા મુળ રહે.વાડીયા તા.થરાદ (૨) જગમાલભાઈ ઉર્ફે વિનોદ રૂપશીભાઈ જાતે.વાદી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.જીવન જ્યોત સોસાયટી, આમીનકાકાના વાડા પાસે, જુના ડીસા તા.ડીસાવાળાઓને પો.સ્ટે. લાવી પુછ-પરછ કરતા ઉપરોકત ગુનામાં ચોરાયેલ મુદામાલ સીંગદાણાના કટા તથા ચોરીમાં વાપરેલ પીકઅપ ડાલુ જુના ડીસા પોતાની સાથે બીજા સહ આરોપીઓ ના અજીતભાઈ સોનાભાઈ જાતે.સરાણીયા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.હાલ જીવન જ્યોત સોસાયટી, આમીનકાકાના વાડા પાસે, જુના ડીસા તા.ડીસા મુળ રહે.ધાનતા તા.સાંચોર જિ.જાલોર (રજસ્થાન) વાળાના ઘરની પાછળના ભાગે વાડામાં સંતાડી મુકી રાખેલ છે. જે આધારે સદરે આરોપીઓને સાથે રાખી ડીસા આરોપીના ઘરે જડતી કરતા પીકઅપ ડાલુ કિ.રૂ- ૨૦૦૦૦૦/- તથા ચોરીમાં ગયેલ સીંગદાણાના કટા નંગ-૨૦(વીસ) કિ.રૂ-૧૦૦૮૦૦/- એમ કુલ કિ.રૂ- ૩૦૦૮૦૦/- મુદામાલ કબજે કરેલ અને સહ આરોપીઓ (૧) અજીતભાઈ સોનાભાઈ જાતે.સરાણીયા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.હાલ જીવન જ્યોત સોસાયટી, આમીનકાકાના વાડા પાસે, જુના ડીસા તા.ડીસા મુળ રહે.ધાનતા તા.સાંચોર જિ.જાલોર (રજસ્થાન) (૨) અંકિતભાઈ કેશાભાઇ જાતે.વાદી ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.જીવન જ્યોત સોસાયટી, આમીનકાકાના વાડા પાસે, જુના ડીસા તા.ડીસા વાળઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.  

બાતમી મેળવનાર –

HC લક્ષ્મ્ણસિહ મંગળસિંહ 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-

PSI શ્રી એન.એચ.રાણા  

ASI જેરૂપજી વજાજી 

 ASI અમૃતભાઇ નાગજીભાઇ  

HC લક્ષ્મ્ણસિહ મંગળસિંહ 

PC દેવાભાઇ જેમલભાઇ 

PC નરસુંગભાઇ ભાવાભાઇ 

PC યોગેસકુમાર અમૃતલાલ 

PC રમેશભાઇ હંસાજી