જાહેરમાં જુગાર રમતા ઝડપાયા..

અમીરગઢ દરજીવાસ પાસે વરલી મટકાનો જુગાર રમી રહેલા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા..

( રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા )

બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર માં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતાં ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા.. 

અમીરગઢ પોલીસ સ્ટાફે બાતમી હકીકત આધારે અમીરગઢ દરજીવાસ પીપળાના ઝાડ નીચે રેડ પાડી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા..

 પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા પાલનપુર, પોલીસ અધિક્ષક અક્ષયરાજનાઓએ પ્રોહી તથા જુગારના વધુમાં વધુ કેસો કરવા સુચના કરી હતી..

 જે અન્વયે ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એમ.આર બારોટ પોલીસ ઈન્સ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, અમીરગઢ દરજીવાસમાં મહાદેવ મંદીરની પાસે આવેલા પીપળાના ઝાડની નીચે ખુલ્લામાં બેસી વરલી મટકાનો આંક ફરકનો હારજીતનો જુગાર રમાડે છે જે બાતમી હકિકત આધારે અમીરગઢ પોલીસ સ્ટાફ સદર જગ્યાએ જતાં ત્રણ માણસો કુંડાળું વળી બેઠેલા હોય જેથી પોલીસે કોર્ડન કરી ત્રણેય ઇસમોને જે તે હાલતમાં પકડી પાડ્યા હતા. આ ત્રણેય ઈસમો વરલી મટકાનો આંક ફરકનો જુગાર ખુલ્લામાં રમી રહ્યા હતા. જેથી પોલીસે તેઓને ઝડપી પાડી રોકડ, જુગારના સાહિત્ય જપ્ત કરી. તેઓ સામે જુગાર ધારા કલમ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.