બનાસકાંઠાના લાખણી તાલુકાના ઘણા ગામે આજ રોજ ઘાણા પ્રા શાળા રસોઈ સ્પર્ધા યોજવામાં આવી..શાળાનું આપણા જીવનમાં જીવન ઘડતર નું ખૂબ જ મહત્વ હોય છે શાળા માં બાળકો માટે અવનવી પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન આપવા આવે છે. આજે બાળકો ગ્રુપ માં ચૂલો બનાવી રસોઈ જાતે બનાવે શીખે એ માટે શાળા કક્ષાએ પ્રવુતિ નું આયોજન રાખવા માં આવેલ હતું બાળકો એ જાતે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લાકડા વીણી લાવી ઇટો નો ઉપયોગ કરી ચૂલો બનાવી હલદી, થેપલા, પુરી ગાજરનો હળવો ભજિયાં વગારેલ ,દહીં બાજરી ના રોટલા, મેગી પૌવા,ફુલાવર બટાકા રીગણ મેથી પાલક નું શાક. ,ચીકી માતર, તળેલી રોટલી પાલક પકોડા. એમ વિવિધ 15 જેટલી વાનગીઓ જાતે બનાવી તમામ બાળકો ને સ્વાદ ચખાડ્યો હતો.. આ પ્રવુતિ કરવામાં બાળકો ને ખૂબ જ મઝા આવી હતી શાળા ના આચાર્ય તથા શાળા પરિવાર smc એ આ કાર્ય ને બિરદાવ્યું હતું...