પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી અંગે જાગૃતિ આવે અને કંઈક નવું કરવાના વિચારો આવે તે હેતુથી અલગ અલગ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાની ટેક્નોલોજી અંગે માહિતી આપી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અલગ-અલગ શાળાઓમાં જઈ બે થી ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાથી લઈ તેના ઉપયોગ સુધીની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છે....