ખંભાતના કંસારી સ્થિત કાઠિયાવાડી હોટલ નજીક સ્વીફ્ટ કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈ ગફલતભરી રીતે હંકારી 2 એક્ટિવા અને 1 કિયા કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જો કે કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતીનુસાર, નડીઆદ ખાતે રહેતા ગૌરવભાઈ હર્ષદભાઈ પટેલ ખંભાત ખાતે આવ્યા હતા.જેઓ કંસારી ખાતે કાઠિયાવાડી હોટલમાં જમવા ગયા.ત્યારે સ્વીફ્ટ કાર ચાલક અમન યોગેન્દ્રભાઈ પટેલે ગફલતભરી રીતે પોતાની કારને ગફલતભરી રીતે હંકારી 2 એક્ટિવા અને ૧ કિયા કારને અડફેટે લેતા પોલીસ ફરિયાદ કરાઈ હતી.