પાવીજેતપુર રેલવે ફાટક ઉપરના ઢાળ ઉપરથી ૧૪ પૈંડાની મોટી ટ્રક બંધ થઈ જઈ પાછી પડતા ઉબેટો મૂકી દેતા પાછળ ઉભેલા વાહન ચાલકો તેમજ લારીઓ વાળા નો આબાદ બચાવ થયો હતો. નગરનો મુખ્ય રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો. 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

            પાવીજેતપુર નગર નો તીનબત્તીથી બસ સ્ટેન્ડ સુધીનો મુખ્ય રસ્તો હોય જેની ઉપર રેલવે ફાટક આવેલી છે એ રેલ્વે ફાટકના ઢાળ ઉપર થી પસાર થઈ રહેલ ૧૪ પૈંડાની મોટી ટ્રક જેમાં મોટા પથ્થરોની શીલાઓ ભરવામાં આવી હતી તે ટ્રક એકા એક બંધ થઈ જય પાછી જવા લાગી હતી. ઢાળ ઉપરથી ટ્રક પાછી જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે આ ગાડીને અટકાવવા માટે ઉબેટો મૂકવાનું શરૂ કર્યું હતું. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો સ્થળ ઉપર દોડી આવી ઊબેટો મૂકી ટ્રકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પાછળ ઉભેલા વાહન ચાલકો પરિસ્થિતિને સમજી જતા પાછળ ખસી ગયા હતા તેમજ રેલ્વે ફાટક નજીક આવેલી લારીઓ વાળા પોતાની લારીઓને પાછળ ધકેલી દેતા લારીઓ વાળા તેમજ વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના મોડી સાંજે થઈ હોય તેમજ મુખ્ય માર્ગ હોય તેથી આ રસ્તો બંધ કરી દેવાની તંત્રને ફરજ પડી હતી. ટ્રકની અંદર એર આવી ગઈ હોવાથી ગાડી બંધ થઈ ગઈ હતી તેમ જાણવા મળ્યું હતું. આ ગાડી બંધ થવાના કારણે તેમજ ઢાળ ઉપરથી પાછી જવાના કારણે ઉબેટો મૂકી દેવાથી તેમજ વાહન ચાલકો તેમજ લારીઓ વાળા પાછળ ખસી જતા મોટી હોનારત થતી ટળી હતી પરંતુ મુખ્ય રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો.