સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે બાળકો રમત ગમત પ્રત્યે આકર્ષાય તે માટે શાળામાં ધોરણ 9 અને 10 વચ્ચે તથા ધોરણ 11 અને 12 વચ્ચે ક્રિકેટ મેચની સ્પર્ધા રાખવામાં આવી હતી. ટુર્નામેન્ટ નું સમગ્ર આયોજન શાળાના ઉત્સાહિત શિક્ષક ખુશાલ ભાઈ એલ પરમાર સાહેબે કર્યું હતું. શાળાના ક્રિકેટપ્રેમી મિત્રો એવા એમ એમ સોલંકી સાહેબ, જે વી ચૌધરી સાહેબ, એસ જેડ રાઓલ સાહેબ એન એ રાયજાદા સાહેબ, આર આર અપારનાથી સાહેબ, સી બી પટેલ સાહેબ, વી એલ ગજ્જર સાહેબ અને બી સી પરમાર સાહેબ પોતે શિક્ષક મટી વિદ્યાર્થી બનીને મેદાનમાં ક્રિકેટ રમવા માટે ઉતર્યા હતા. યુવાન અને એક જ વર્ષ માં શાળામાં તથા ગામમાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર, વિદ્યાર્થીઓના પ્રિય એવા ચેતનભાઈ બી પટેલ સાહેબે કોમેન્ટરી આપીને બાળકોના દિલ જીતી લીધા હતા.શાળાના સુપરવાઈઝર વી પી પ્રજાપતિએ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોના સભ્યો તથા સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.