આજ રોજ તા.10/01/2023 ના નવાબંદર મરીન પો.સ્ટે એ એમ આઇ જોરૂભા નારણભા મકવાણા બે.ન.144 તથા પો કોન્સ વિજય સિંહ દાદુ ભાઈ ચૌહાણ બે.ન 1252 વાળા નવાબંદર પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ક.1/45 વાગ્યે ખડા ગામે પેટ્રોલિયમાથી સેજળીયા ગામ તરફ જતા હતા દરમ્યાન ખડા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં પહોંચતા એક 8 થી 10 વર્ષના બાળકે મો.સા રોકાવી અને કહેલ કે સામેના ખેતરના કુવા માં એક છોકરી પડી ગયેલ છે તેમ કેહતા બન્ને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી આશરે 500 મીનીટ દુર આવેલ બનાવવાળી જગ્યાએ જઇ જોતા એક છોકરી પાણીની સપાટીથી આશરે 35 ફુટ ઊંડા કૂવાની અંદર પાણીમા ડુબતી હોય જેથી તાત્કાલિક દોરડું લઈ પો.સ્ટે વિજય ભાઈ કુવામાં ઉતરેલ અને એ એસ આઈ જોરૂભા એ આજુબાજુથી બીજા માણસોને બુમ મારી બોલાવેલ અને છોકરીને દોરડાની મદદથી બહાર કાઢતા બેભાન હાલતમાં હોય અને આજુબાજુથી માંથી માણસો ભેગા થયેલ અને તાત્કાલિક બાજુમાંથી પ્રાથમિક શાળાના આચાર્ય આવી જતા તેમની ફોર વ્હીલર કારમા આ છોકરીને ઉના મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ અને સારવાર અર્થે દાખલ કરેલ અને આ છોકરી ભાનમાં આવતા અને સ્વસ્થ થતાં તેનુ નામ પુછતાં પોતે પોતાનું નામ વર્ષાબેન મેપા ભાઈ વાળા જાતે કોળી ઉવ.આશરે 16 રહે ખડા વાળી હોવાનું જણાવેલ અને પોતે કપડાં ધોતી હોય અને કુવામાં પાણી સીંચવા જતા ચક્કર આવતાં પડી ગયેલ હોવાનું જણાવેલ આમ ઉપરોકત નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પોતાની જાનની જોખમે સમય સુયકતા વાપરી બહાદુરીપૂર્વક સાહસિકતાથી એક અમુલ્ય માનવ જીંદગી બચાવી પોલીસ ખરા અર્થમાં પજાનો સાચો મિત્ર હોવાનું તથા કાયદાની સાથે પ્રજાનું પણ રક્ષણ કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના