વલ્લભીપુર તાલુકાના નવાગામ (લો) ગામે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં DYSP બારિયા સાહેબ , વલ્લભીપુર પી.એસ.આઈ ઝાલા સાહેબ તેમજ દિગ્વિજય સિંહ ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી નવાગામ વાસીઓ ના પ્રશ્નો સાંભળ્યા હતા , તેમજ વલ્લભીપુર ના પી.એસ આઈ પી ડી. ઝાલા દ્વારા ગામ લોકોને વ્યાજખોરો જે ઊંચી ટકાવારી એ ધિરાણ કરતા લોકો જેઓ પૈસા વ્યાજે આપી ખુબજ મોટી ટકાવારી લેતા હોય તેવા ઈસમો જો હેરાન પરેશાન કરે તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવો વધુમાં તેઓએ એ દીકરીઓ ના શિક્ષણ વિશે પણ ખુબજ સરસ માર્ગદર્શન આપ્યું હતું , તેમજ ઓનલાઇન અને ફોન દ્વારા થતા ફ્રોડ વિશે વિસ્તારથી માહિતી આપી હતી ત્યાર બાદ DYSP બારિયા સાહેબે લોકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગામ લોકોને વ્યાજખોરો સામે ડરવાની જરૂર નથી કોઈ પણ પ્રશ્ન હોય તો પોલીસ તમારી સાથે છે , વધુ મા તેઓએ જણાવ્યું હતું કે સીનીયર સિટીઝન ને ગામ માં કોઈ પણ મુશ્કેલી હોય મેડિકલ ઇમરજન્સી હોય તો પણ પોલીસ નો સંપર્ક કરી શકો છો તેમજ ઘર ના કે ગામ માં નાના મોટા ઝગડા હોય તો પણ પોલીસ મધ્યસ્થી કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું , આ લોક દરબાર મા નવાગામ ના તમામ ગ્રામજનો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ દ્વારા કરવામાં આવેલ આ લોક દરબાર કાર્યક્રમ થી લોકો જાગૃત થયા હતા, ગ્રામ લોકોએ માહિતી બદલ પોલીસનો આભાર માન્યો હતો .
વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો ડી.વાય.એસ.પી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_5717ae02f52b35d8e99e934ae3a3f5a0.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)