ખેડબ્રહ્મામાંથી ચાઈનીઝ દોરી વેંચતા એક ઝડપાયો 

 ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્માના ગામ વિસ્તારમાં એક ઈસમ ચાઈનીઝ ફિરકીઓ વેચાતો હોવાની બાતમી આધારે પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી હતી 

સમગ્ર રાજ્યમાં ચાઈનીજ દોરી અને ટુકકલ વેચવા પર પ્રતિબંધ ફરમાવેલ હોઈ ખેડબ્રહ્મા પોલીસ ને બાતમી મળી હતી કે ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં કન્યાશાળાની બાજુમા પ્રજાપતિ વાસ પોતાના રહેણાંક મકાનમાં મીણીયાની થેલીમાં ચાઇનીઝ દોરીની ફીરકીઓ રાખી વેચાણ કરે છે જેથી પોલીસે તપાસ કરતા દીલિપભાઇ બાબુભાઈ વાઘરી પોતાના ઘરના ઓરડામાં મીણીયાની થેલી લઇ બેઠેલ તેની પાસેની થેલી ખોલી અંદર જોતાં ચાઇનીઝ બનાવટની દોરીની 3 ફીરકીઓ કિંમત રૂ 1500 મળી આવેલ જેથી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.