ઉતરાયણ નિમિત્તે અગ્રવાલ મહિલા મંડળ ડીસા દ્વારા સેવાની સરવાણી વહાવી..
( રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા )
ડીસા અગ્રવાલ મહિલા મંડળ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા કામગીરી કરી રહ્યું છે, ત્યારે તાજેતરમાં ઉતરાયણના તહેવાર નિમિત્તે નિરાધાર બાળકો, મહિલાઓ અને ગરીબ લોકો માટે ડીસા શહેરના વિદ્યાસાગર આશ્રમ, ભોયણ પ્રીતિનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર અને જુના ડીસાથી વાસણા જુનારોડ પર વણઝારા વાસ ખાતે જઈ તલના લાડુ, ખીચડી તેમજ બીજા ખાદ્ય પેકેટ વહેંચી ઉત્તમ સેવા કાર્ય કરી માનવતાની મહેક ફેલાવી છે..
ત્યારબાદ અગ્રવાલ મહિલા મંડળ ડીસાના શ્રીમતી કૌશલ્યાબેન અગ્રવાલ, રેણુકાબેન, સીતાબેન, અમિતાબેન અગ્રવાલ, વર્ષાબેન પ્રભાબેન, રેખાબેન, રીટુબેન, પુષ્પાબેન અને નિર્મળાબેન અગ્રવાલની ટીમ રસાણા નાના ખાતે બે પ્રજ્ઞાચક્ષુબંધુ ભરત વાણેચા અને વિનોદ વાણેચા ને ઘરે મુલાકાત કરી તેઓના ખબર અંતર પૂછી અગાઉ તેઓના દ્વારા અપાયેલા સંગીતના સાધનોની ઉપયોગીતા અને પ્રગતિ વિશે જાણકારી મેળવી હતી..
તેઓના ભજન ગીત નો આનંદ માણી બક્ષિસ આપી હતી .આ પ્રસંગે પૂર્વ બીઆરસી કોઓર્ડીનેટર ડીસા પ્રવીણભાઈ સાધુએ અગ્રવાલ મહિલા મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી..