સરકાર દ્વારા રોડ-રસ્તાના નવીનીકરણ સાથે વિરોધપક્ષની ગેરહાજરીમાં ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે.ત્યારે...

                (મેરૂજી પ્રજાપતિ)

સરકાર દ્વારા રોડ-રસ્તાના નવીનીકરણ સાથે વિરોધપક્ષની ગેરહાજરી માં વિકાસગાથા આગળ ધપી રહી છે.ત્યારે દિયોદર વિધાનસભા માં નેસડા થી જાડા સુધીનો રોડ પોહળો કરવાનું કામ ચાલી રહ્યું છે. તેની બંને સાઈડનું કામ કાજ ચાલુ છે.જે એકદમ હલકી ગુણવત્તા નું કામ થઈ રહ્યું છે. કોન્ટ્રકર દ્વારા નીતિ નિયમો સાઈડ માં મુકાયા નું સાઈડો ઉપર પડેલ કપચી ઉડીને વાહનચાલકોના કાનસુધી પહોંચીનેકહી રહી છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા ચાલતા એ રોડના કામની ગુણવતાની તપાસ થવી જોઈએ . અને કોન્ટ્રાકટર સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. લોકોના ટેક્સના રૂપિયા નો અને સરકાર ની ગ્રાન્ટના એક એક રૂપિયાનો સદ ઉપયોગ સારી રીતે થવો જોઇએ તેવીવાત સરકારના કાન સુધી પહોંચાડવા કટિબદ્ધ આમઆદમી પાર્ટી ઉજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ કામની ગુણવતા જળવાઈ રહે તેવી માંગ કરેલ છે.