બનાસકાંઠા:અંબાજી

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં દિવસ માં અંધારું પટ છવાયું મેઘ મહેર

યાત્રાધામ અંબાજી માં મેઘ રાજાએ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ હતી અંબાજી માં બપોર પછી આકાશ માં કાળા વાદળો છવાતા અંધારું પટ છવાયું હતું. સાથે વરસાદ ની ધુઆધાર બેટિંગ ચાલુ થતા અંબાજી ના તમામ માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યું હતું. અંબાજી ના બજારો માં ભારી વરસાદ ના લીધે વરસાદી પાણી નદી ની જેમ પાણી ચાલતું નજરે પડ્યું હતું.

આજે વહેલી સવારથી અંબાજી અને આજુ બાજુના વિસ્તારો માં ધીમે ધારે વરસાદ વરસી રયો હતો . એકાએક બપોર પછી વાતાવરણ માં પલટો આવતા વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજી અને આજુ બાજુ ના વિસ્તારો માં બપોર પછી અચાનક કાળા બાદલ આકાશ માં છવાયા હતા ત્યારે અચાનક ભારી વરસાદ ની શરૂઆત થઈ હતી. મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થી વાતાવરણ માં ઠંડક પસરી હતી.સાથે સાથે લોકેએ ભારી ગરમી થી રાહત મેળવી હતી. અંબાજી માં વરસાદ વરસતા તમામ માર્ગો પાણી પાણી થયા હતા. અંબાજી ના માર્ગો પાણી પાણી થતા અમુક વાહનો પણ અટવાયા હતા .જેના લીધે થોડી ટ્રાફિક જામ ની સ્થતિ પણ સર્જાઈ હતી.