ખંભાત કોલેજ ખાતે આવેલ શ્રી શરદભાઈ હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાણિજ્ય અનુસ્નાતક વિભાગના વડા ડૉ. હસન રાણાના માર્ગદર્શન હેઠળ એમ.કોમના વિદ્યાર્થી સોનલ મકવાણા, હિરલ ધુમ્મડ, કરણ બેલદર, નિરંજન રાઠોડ, મહેરા સેત્તા અને તેમની ટીમે ભાલ પંથકના જુદા જુદા ગામડાના ખેડૂતોને પ્રત્યક્ષ મળીને ગૂગલ પ્રશ્નોતરી દ્વારા સજીવ ખેતી બાબતે અભિપ્રાય અને અભિગમ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
વિદ્યાર્થીની સોનલ મકવાણાએ જણાવ્યું હતું કે, ટૂંકાગાળામાં સજીવ ખેતી કરતા રાસાયણિક ખેતી ખેડૂતને વધુ ઉત્પાદન આપે છે એટલે ખેડૂતો રાસાયણિક ખેતીને વધુ મહત્વ આપે છે.54.20% ખેડૂતો જમીનની ફળદ્રુપતા વધારવા રાસાયણિક ખાતરના ઉપયોગની તરફેણ કરે છે.જ્યારે 18.10 ખેડુતો પાક ફેરબદલી, 9.60% ખેડૂત નીંદણ, 7.30% આંતરપાક પદ્ધતિ, 10.80% ખેડૂત અન્ય પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધારે છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે, સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત કરાયેલા પાકોના વેચાણ દ્વારા વ્યાજબી વળતર મુશ્કેલ છે.સજીવ ખેતી દ્વારા જમીનને હકારાત્મક અસર આપી શકાય છે.જ્યારે મોટાભાગના ખેડુતોએ સ્વીકાર્યું કે, રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પાદિત થયેલા પાકોની માનવ શરીર અને પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસરોની શકયતા વધુ હોય છે.મોટા વર્ગના ખેડૂતોએ સ્વીકાર્યું કે, સજીત ખેત પદ્ધતિ એ ભૂતકાળની જૂની પદ્ધતિ છે.રાસાયણિક ખાતરના વપરાશથી જમીનમાં રહેલા જીવોને નુકશાન થાય છે.વાતાવરણને નુકશાન થાય છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368