ઉપધાન એટલે – આત્મા પર ચોંટેલા ચીકણા કર્મોનું શોષણ કરવા માટેનું સુંદર અનુષ્ઠાન.,,સાધુ તુલ્ય જીવન જીવવાનો અનેરો આસ્વાદ માણવાનો અમૂલ્ય અવસર, ગુરુભગવંતનું ચોવીશે કલાક સાંનિધ્ય. વગેરે ઘણા ઉત્તમ ગુણોનો સમાગમ તે 'ઉપધાન.'
આચાર અને તપની શુદ્ધિથી કર્મક્ષય વડે જીવને જિનવચનની નજીક ગોઠવી આપે તેવા ઉપધાન શ્રાવક જીવનનું પરમ કર્તવ્ય છે.ઉપધાન તપ એ સાધુ જીવનનો અનુભવ માટે શ્રાવકો જીવનમાં ઉપધાન તપનો અનેરો મહિમા છે.આત્માને પરમાત્મા તરફ દોરી જતો માર્ગ એટલે ઉપધાન તપ, આ ઉપધાન તપમાં ૪૭ દિવસની અખંડ આરાધના એક ઉપવાસ એક નિવી (એક ટાણું) આ રીતે તપ, જપ અને સ્વાધ્યાયની આ અમૂલ્ય સાધના છે તો આ સાધનામાં માં દિયોદર તાલુકાના વખા ગામના શાહ પ્રદીપભાઈ ના દીકરા નેમકુમાર થોડા દિવસો પહેલા ઉપધાન તપ માટે ૪૭ દિવસનુ તપ કાર્યું હતું અને આ પ્રસંગે તપ પૂરું કર્યા પછી પોતાના મુકામે પરત ફર્યા હતા અને વખા મુકામે સામૈયુ કરવામાં આવ્યું હતું.નેમ પ્રદીપ કુમાર ની માળા રોપણ રવિવારે સીમંધર સ્વામી તીર્થ પરિસર મહેસાણા ખાતે કાર્યક્રમ થયો હતો..