પોલીસ સ્ટેશન મધ્યે ડીવાયએસપી ડી.ટી.ગોહિલનો પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો,ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે ધિરાણ બાબતે તથા ચાઈનીઝ દોરી અંગે માર્ગદર્શન આપવા યોજાયેલ. ડી.વાય.એસ.પી.શ્રી ડી.ટી.ગોહિલ એ જણાવેલ કે આ પંથકમાં કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર ઉંચા વ્યાજે નાણાં આપી લોકોનું શોષણ કરતા હોય તો તાત્કાલીક અમારો સંપર્ક સાધવા જણાવેલ. તેમણે આ પંથકમાં ચાઈનીઝ દોરીઓ વેચાતી હોય તો માહિતી આપવા તેમજ સાયબર ફ્રોડ થી સાવધાન રહેવા મોબાઈલ માં થતા ચીટીંગ બાબતે ઉપયોગી માર્ગદર્શન આપેલ. તેમણે જણાવેલ કે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ ની તવાઈ હાથ ધરવામાં આવી રહી છે. રફ ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.ડીવાયએસપીના લોક દરબારમાં એક ઠાકોર મહિલાએ પોતાની પાસેથી વ્યાજખોર દ્વારા ટ્રેક્ટર હજાર રૂપિયા ભાડે આપવાનું કહી ટ્રેક્ટર લઈ ગયો છે. જે ટ્રેક્ટર પરત આપતા નથી તેમજ મારો પ્લોટ પણ દસ્તાવેજ કરાવી પડાવી લીધો હોવાની રજુઆત કરતાં સૌ ચોંકી ઉઠેલ જ્યારે અન્ય એક ઈસમે અરજીમાં જણાવેલ કે ર૦ ટકાના દરે અમારી પાસેથી વ્યાજખોરો વ્યાજ વસુલ કરવા ઉઘરાણી કરી રહ્યા છે. પ૦ લાખ જેટલું વ્યાજ જુદી જુદી પાર્ટીઓ પાસે થી આ લોકોને અમોએ વ્યાજ ચુકવાયેલ છે છતાં અમારા ૪ જેટલા ટ્રેક્ટરો, ૪ જેટલી ગાડીઓ આ વ્યાજખોરો પરત કરતા નથી અને ધમકીઓ આપે છે. બંન્નેની અરજીઓ ડીવાયએસપી એ લઈ આવતી કાલે આની કાર્યવાહી હાથ ધરવાનું આશ્વસન આપેલ.નગરજનો દ્વારા દીઓદરમાં ટ્રાફીકનો પ્રશ્ન, ઓછો પોલીસ સ્ટાફ, તેમજ હાઈવે વિસ્તારમાં બેફામ ઘુમતા રોમીયાઓના ત્રાસ અટકાવવા, હાઈવે ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવા રજુઆત કરેલ. ડીવાયએસપીશ્રી એ દરેકના પ્રશ્નો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની અને પોલીસ પ્રજા સાથે હોવાનું જણાવેલ.તેમણે ગ્રામીણ વિસ્તારમાં ઘુમતા ફેરીયાઓની ઓળખ કરવા સૌને જણાવેલ છે.