અપહરણ તથા પોક્સો ના ગુન્હાનો આરોપી ચલાલા નો ભુરો તથા ભોગબનનારને ગણતરીના દિવસોમા આસરાણા ચોકડી ખાતેથી શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ .

અમરેલી સીટી પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૩૦૦૦૪ / ૨૦૨૩ ઇ.પી.કો.ક .૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ ના ગુન્હાનો આરોપી

ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય, અને આજદીન સુધી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય.જે અન્વયે આજરોજ આરોપી તથા ભોગબનનારને આસરાણા ચોકડી ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

 પકડાયેલ આરોપીની વિગતઃ

સંજયભાઇ ઉર્ફે ભુરો ચતુરભાઇ સોલંકી ઉ.વ .૨૯ ધંધો.લોખંડના ખાટલા વેચવાનો રહે.ચલાલા , ધારી રોડ , રેલ્વે ફાટક પાસે , દાનેવ સોસાયટી વિસ્તાર તા ધારી જી.અમરેલી .

ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા અપહરણના ગુન્હાઓમા ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા સારૂ જરૂરી સુચનો આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ આઇ.જે.ગીડા પોલીસ ઇન્સપેક્ટર ના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા અશોકસીંહ ઘેલાભાઇ મોરી તથા વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ કાળુભાઇ માટીયા વિ.સ્ટાફ દ્વારા અમરેલી નેત્રમની મદદથી અપહરણના તથા પોક્સોના ગુન્હાનો ભેદ ઉકેલી સારી કામગીરી કરેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.