શ્રી સરકારી હાઈસ્કૂલ, ખોંભડી મોટી દ્વારા સ્મૃતિવન અર્થકવેક મ્યુઝીયમ ભુજ, રિજિયોનલ સાયન્સ સેન્ટર તથા વંદે માતરમ્ મેમોરિયલ ભુજોડી શૈક્ષણિક પ્રવાસનું અયોજન કરવામાં આવ્યું .જેમાં વિદ્યાર્થીઓ પ્રવાસના વાસ્તવિક અનુભવો જાણે, પરસ્પર ની એકાત્મયની ભાવના વિકસે, પ્રવાસ મંત્રી તરીકેની પોતાની ભૂમિકા અને ફરજથી વાકેફ થાય,વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા વિષયોમાં રસ કેળવે,વિજ્ઞાનની ક્ષિતિજો,નવા આયામો જાણે,પ્રવાસન સ્થળોની માહિતી નવા જ્ઞાન તરીકે અભિવૃદ્ધિ કરે, કુદરતી હોનારતો - આફતો નું ઉદભવસ્થાન જાણે,ભૂકંપ જેવી કુદરતી હોનારતમાં માનવીની વિશેષ ભૂમિકા સમજે - અનુભવે, વિવિધ પરિસ્થિતિ માં સાયુચ્ય સ્થાપે ,જીવનમાં અભ્યાસની વચ્ચે સહપાઠીઓ સાથે મનોરંજન- આનંદ પણ મેળવે વગેરે જેવા હેતુઓ સિદ્ધ થયા.
સર્વેએ સૌપ્રથમ સ્મૃતિદ્વારમાં ભુકંપમાં શહીદ થયેલની યાદમાં કુંડ તેમજ ચેક ડેમ ની મુલાકાત લઈ સ્મૃતિવનની પહોંચ્યા જ્યાં પુનર્જન્મ, પુનર્પ્રાપ્તી, પુનર્સ્થાપના, પુનર્વિચાર, પુનર્જીવન, નવિનીકરણ જેવા વિભાગોમાં પૃથ્વીગ્રહની ઉત્પતિ,ભૂકંપ થવાના કારણો, સિંધુખીણની સંસ્કૃતિની ઝલક,વીરડા,ગુજરાતની પ્રાકૃતિક વિશેષતાઓ, ભૂસ્તરશાસ્ત્ર,કચ્છની કલા- સંસ્કૃતિ વારસો તથા વર્તમાન 5D સિમ્યુલેટર દ્વારા 26 જાન્યુઆરી,2001ના ધરતીકંપનો અનુભવ વગેરે વિશે જાણવા - માણવા મળ્યું.ત્યારબાદ સ્વરૂચી ભોજન આરોગી સર્વે રિજિયોનલ સાયન્સ સેન્ટર પહોંચ્યા જ્યાં વિદ્યાર્થિઓએ મરીન નેવિગેશન વિભાગ ;વિવિધ દિશાસૂચક, ફ્લેગ સિગ્નલ નો આંતરરાષ્ટ્રીય કોડ, બ્રહ્માંડ માં ગેલેક્સી, ગાણિતિક સૂત્રોનો શરીર રચના સાથે સુસંગતા, મેજીકલ નંબર,ધ્વનિ તરંગોનો જીવંત ડેમો, સ્થિતિઊર્જા - ગતિ ઊર્જા, અંતરીક્ષયાત્રી,10 હજાર વર્ષ પહેલાંના વહાણો , બોન્સાઈ વૃક્ષ ,નેનો ટેકનલોજીનો જીવનમાં મહત્વ અને સ્પેસ વિશે જ્ઞાન સાથે ગમ્મત માણી ભુજોડીની મુલાકાત લીધી જ્યાં વંદે માતરમ્ મેમોરિયલ; મોહન થી માંડી મહાત્મા સુધીની ગાંધીજીનું જીવનકવન વિશે જાણી લેજર નાઈટ અને સાઉન્ડ શો માણ્યો.ત્યારબાદ પાઉંભાજી ની લિજ્જત માણી ખોંભડી પરત ફર્યા. સર્વેનો ખૂબ યાદગાર પ્રવાસ રહ્યો.