પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઠંડી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે દિલ્હી, યુપી, MP રાજસ્થાન, પંજાબ, હરિયાણાની સાથે J & K, HP અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં 24 થી 48 કલાક માટે ગાઢ ધુમ્મસ અને ઠંડી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની પણ શક્યતા છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષાની શક્યતા હિમાચલ ઋતુમાં બદલાવ માટે તૈયાર છે, કારણકે પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. શિમલા સહિત પ્રદેશના અધિકાંશ વિસ્તારમાં આજથી વરસાદ અને હિમવર્ષાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં આજથી આગામી 4 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સંપૂર્ણ રીતે સક્રિય છે. તેના સક્રિય થવાને કારણે હિમાચલના 6 જિલ્લામાં હિમવર્ષા થશે . હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં પણ હિમવર્ષાથી ઘરોની છત ઢંકાઈ ગઈ હતી. વિભાગના જણાવ્યા અનુસાર 7 જાન્યુઆરીથી પર્વતીય વિસ્તારોમાં ફરી હિમવર્ષા શરૂ થશે. આ કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન વધુ ઘટી શકે છે. જેનાથી ઠંડી વધુ પડશે . હાલ રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી છે. ઠંડી અને કોલ્ડ વેવને જોતા પંજાબ સરકારે 14 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 7 સુધીના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઠંડીને કારણે કાનપુરમાં જ ગત 24 કલાકમાં હાર્ટ એટેક અને બ્રેઈન હેમરેજના કારણે 25 લોકોના મોત થયા છે. જેમાંથી 15 દર્દી તો હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. કાર્ડિયોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર વિનય ક્રિષ્નાએ જણાવ્યું કે ઠંડીના લીધે બ્લડ પ્રેશર વધવાને કારણે નસોમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવે છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं