ખંભાતમાં નવા વર્ષની પ્રથમવાર મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર નિરૂપા ગઢવીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી.જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મામલતદાર કચેરીના અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ-ચીફ ઓફિસર, પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં ખંભાત શહેર તેમજ તાલુકાના પાયાના પ્રાણ પ્રશ્નો,સમસ્યાઓ, અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી હતી.
સંકલન બેઠક દરમિયાન ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ખંભાતની પ્રજાને કનેવાલનું મીઠું પાણી કેટલું આપવામાં આવે છે ? પાઇપ લાઈનમાં કેટલા પંક્ચર છે ? જો મીઠું પાણી આપવામાં આવે છે તો કેટલા ફોર્સથી આપવામાં આવે છે ? તેવા પ્રશ્નો પર ચર્ચા કરી હતી. તદ્દઉપરાંત ખંભાતમાં આધારકાર્ડ માટે પ્રજાને ધરમધક્કા ખાવા પડે છે.પ્રજાનો સમય બચે અને સમયસૂચકતાએ સરળતાથી આધારકાર્ડ મળી રહે તે માટે જરૂરી બીજા કેન્દ્રો ઉભા કરવા રજુઆત કરી હતી.બીપીએલ કાર્ડ-એપીએલ ધારકોને જેને અનાજ મળતું નથી તેઓને અનાજ મળી રહે તે માટે તાકીદ કરાઈ છે.જે કાર્ડ ધારકોને કેરોસીન મળતું હતું તેમને કેરોસીન મળતું બંધ થઈ ગયું છે તેમને ગેસના બોટલ ફાળવવા તાકીદ કરાઈ છે.ઉપરાંત ઉતરાયણ પર્વે ખંભાતમાં રાજ્યભરના પ્રવાસીઓ ઉત્તરાયણ પ્રસંગે આવતાં હોય છે ત્યારે ખંભાતમાં પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો માટે રજૂઆતો કરી હતી.એટલું જ નહીં જે નિરાધાર છે જેઓ કડકડતી ઠંડીમાં ફૂટપાઠ પર રાત્રિ દરમિયાન ઊંઘી રહે છે તેવા નિરાધાર લોકો માટે 'રેન બસેરા'ની સુવિધા ઉભી કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368