અંબાજીની પરણિતાએ પતિ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોધાવી  ખેડબ્રહ્માના એકતાબેનના લગ્ન અંબાજી ખાતે થયા હતા અને લગ્ન બાદ પતિ વામવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા જેથી એક વર્ષ અગાઉ ફરિયાદ કરી હતી પંરતુ સામાજિક રહે સમાધાન કરેલ હતુ પરંતુ દિયરની ચડામણીથી પતિ ફરી મારઝૂડ કરતાં એકતાબેને બંને વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. 

 ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર રમેશકુમાર આશાનંદ મણીયાર(સીન્ધી) રહે. ખેડબ્રહ્માની દીકરી એકતાબેનના 2006 માં જીતેન્દ્રભાઇ નંદુભાઇ મેલવાણી (સીન્ધી) રહે. શક્તિધારા સોસાયટી અંબાજી સાથે થયા હતા અને લગ્ન જીવનથી તેમણે ત્રણ સંતાનો પણ થયા હતા લગ્ન થયા ત્યારથી તેમના પતિ ગુસ્સાવાળા સ્વભાવના હોઈ અવારનવાર શારીરીક અને માનસીક ત્રાસ આપવા લાગેલા અને એકતાબેનને ગઈ તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ તેમના પતિએ મારકુટ કરી તેમને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂક્યા હતા જેથી તેમણે ખેડબ્રહ્મા ખાતે આવી પતિ, સાસુ તથા નણંદ વિરૂધ્ધ તા.૨૩/૧૨/૨૦૨૧ ના રોજ ફરીયાદ નોધાવી હતી ત્યાર બાદ તેમના સાસુ સીમાબેન બીમાર પડતા જેઠ દીપકભાઇ નંદુભાઇ મેલવાણી સમાધાન કરી ઘરે લઈ ગયા હતા ત્યારબાદ એકતાબેનના પતિએ સાતેક મહીના સારી રીતે રાખેલ અને તે સમય દરમ્યાન સાસુ મરણ ગયેલ અને નણંદ પણ લગ્ન કરીને તેમની સાસરીમાં જતા રહેલ હતા 

 ત્યાર બાદ તેમના પતિ ફરી ખોટા શક વહેમ કરી અને સામાન્ય ઘરકામ બાબતે તકારાર કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કરેલ અને તેમના દિયર નવીનભાઇ નંદુભાઇ મેલવાણીનાઓ એકતાબેનના પતિનુ ઉપરાણુ લઇ અવાર નવાર તકરાર કરતા હતા અને તે ખો પણ મને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી અવારનવાર મારજુડ કરી મા-બેન સામી બીભત્સ ગાળો બોલી પરેશાન કરતા હોય અને ગઇ તા.૨૨/૧૨/૨૦૨૨ ના રોજ ફરી ઘરેથી કાઢી મૂકાતા એકતાબેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પતિ જીતેન્દ્રભાઈ અને દિયર નવીનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.