અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર નજીકથી દેશી બનાવટની એકનાલી મજર લોડ બંદૂક સાથે એક શખ્સને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ધનપુરા પાટીયા નજીક વાહન ચેકીંગ દરમિયાન ચાલતો આવતો શખ્સ જોડે શંકાસ્પદ વસ્તુ સંતાડતાં અમીરગઢ પોલીસે તપાસ કરતાં કપડામાં સંતાડેલ દેશી બનાવટી બંદૂક જોતાં પોલીસે તેને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસે ધનપુરા વિરમપુર રોડ પર વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ શખ્સ ધનપુરા તરફથી ડાભેલી તરફ જઇ રહ્યો હતો તેના હાથ કપડામાં વીંટાળેલું કઇ વસ્તુ હોય પોલીસને જોઇ તેને પોતાની પાસેની વસ્તુ પાછળના ભાગે સંતાડવાનો પ્રયાસ કરતાં પોલીસને શક જતાં તેને ઝડપી કપડામાં સંતાડેલ વસ્તુ જોતાં દેશી બનાવટની એકનાળી મજર લોડ બંદૂક હતી. પોલીસે તેને વધુ તપાસ કરતાં તેની પાસે કોઇ પાસ પરમીટ ન હતું અને દેશી હાથની બનાવટની બટ બેરલ બોડીવલી બંદૂક ગેરકાનૂની હોવાથી બંદૂક લઇ જનાર વનાભાઇ ભોણાભાઇ ડાભી ઉપર કાયદેસરની કાર્યવાહી કરતાં બંદૂક જપ્ત કરી આર્મ્સ એકટ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.