ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન (બનાસકાંઠા- પાલનપુર) તા.૦૪/૦૧/૨૦૨૩
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ સીન્થેટીક દોરી (માઝા) ના રોલનંગ-૩૩ કિ.રૂ.૯૯૦૦/- ની સાથે બે ઇસમને પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..
શ્રી જે.આર.મોઘલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અાયાજ મકવાણા, પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા જીલ્લા નાઓએ પતંગ ચગાવવાના માંઝા અથવા દોરી કે જે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન-બાયોડિગ્રેડેબલ હોય તે ઉપર સંપૂર્ણ પ્રતિબંધનું જાહેરનામુ હોઇ જે દેશો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન કરતા,
શ્રી કુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક,ડીસા વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ, તથા
પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એ.ગોહીલ ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સુપરવિઝન હેઠળ, આજરોજ અમો પોલીસ સબ ઈન્સ્પેક્ટર 1 એસ.એમ મશાન તથા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં ઉત્તરાયણ તહેવાર નિમીત્તે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ડીસા ચંદ્રલોક રોડ ઉપર આવેલ લિયો સ્કુલ આગળ રોડ ઉપર એક ઈસમ પ્રતિબંધીત ચાઈનીઝ પતંગ દોરીનું વેચાણ કરે છે..
જે હકિકત આધારે સદરે જગ્યાએ રેડ કરતા સદરે ઈસમ પાસે રહેલ થેલામાં ઝડતી તપાસ કરતા પ્રતિબંધીત ચાઈનીઝ સીન્થેટીક દોરીના રોલ નગ-૦૩ ની કિ.રૂ. ૯૦૦/- ની મળી આવેલ અને પકડાયેલ ઇસમને ક્યાંથી લાવેલ તે બાબતે પુછતા કિશન સિઝન નામની દુકાનના માલીક દિલિપણમાર સિંધી પાસેથી લાવેલનું જણાવેલ થી સદરે જ્ગ્યાએ રેડ કરતા ચાઈનીઝ દોરી ન મળી આવતા સદરે દિલિપકુમાર સિંધીને પુછતા મારા રહેણાક ધર સિંધીકોલોનીમાં પડેલનુ જણાવતા સદરે જગ્યાએ રેડ કરતા પ્રતિબંધીત ચાઈનીઝ સીન્થેટીક દોરીના રોલ નંગ-૩૦ ની કિ.રૂ. ૯૦૦૦/- ના મળી આવેલ આમ કુલ રોલ નંગ-૩૩ કિ.રૂ. ૯૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડી ચાઈનીઝ દોરીનો દેશ શોધી કાઢી કાયદેશર કાર્યવાહી કરવામાં આવેલ છે..
કામગીરીમાં રોકાયેલ અધિ/કર્મચારી
શ્રી એસ.એમ.મણાંત પ્રો.સબ.ઈન્સ
અ.હેડ.કો. મિલાદાસ મગનદાસ
અ.પો.કો મુકેશકુમાર શાંતીલાલ
આપો.કો. મહમંદમુળ અબ્દુલગફાર
આ.પો.કો ભરતકુમાર અમરિ
આ.પો.કો ભરતભાઈ ગોરધનજી
અ.પો.કો. રામજીભાઈ ડુંગરભાઈ
પકડાયેલ આરોપી
(૧ મદનલાલ ઘનશ્યામદાસ જાતે, મહેશ્વરી રહે,ડીસા સી એલ પાર્ક સ્વાગત રો અઉસ મકાન નં ૨૨ હેપી નર્સરી સામે તા.ડીસા જી.બનાસકાંઠા
(૨) દિલિપકુમાર નેચરદાસ જાતે સિંધી ડેડીયા સિંધીકોલોની અંબાજી મંદિર સામે તા ડીસા જી બનાસકાંઠા..