આ કામના ફરીયાદી અલ્ટ્રાટેક કંપનીના પેટા કોન્ટ્રાકટ થર્મો એન્જીન્યરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય તેમજ આ કામના આરોપીઓ થર્મો એન્જીન્યરના અગાઉના સુપરવાઇઝર સાથે વાતચીત કરી આરોપી ભગવાનભાઇએ દર મહીને રૂ.૧૦,૦૦૦/- એમ આજ દીન સુધીના કુલ રૂ.

૯૭,૦૦૦/-હપ્તો પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવેલ તેમજ આરોપી શિવાભાઇએ દર મહીનાના રૂ.૫૦૦૦/- એમ આજદીન સુધીના કુલ રૂ.૨૫૫૦૦/- હપ્તો પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવેલ તેમ છતા આ બંન્ને આરોપીઓ અવાર-નવાર ફરિયાદી પાસે હપ્તો માંગતા હોય અને વઘુ હપ્તો આપવા દબાણ કરતા હોય અને ન આપે તો ફરિયાદીની થર્મો એન્જીન્યર કંપનીનુ કામ કંપનીમાં નહી ચાલવા દઇએ તેમજ કંપનીના કર્મચારીઓની જાનમાલને નુકશાન કરી ફરિયાદીને ફોનમાં છરીથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ભગવાનભાઇ એ પણ ફરિયાદીને પ્લાન્ટની બહાર નીકળીશ તો મારી નાખીશ તેમ ધમકી આપી બંન્ને આરોપીઓએ ગેરકાયદેસર રીતે ફરિયાદી પાસેથી દર મહીને હપ્તો લેવા બળજબરી કરી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે અંગે ફરિયાદીએ મરીન પીપાવાવ પો.સ્ટે.માં ફરિયાદ આપતા તા-૦૩/૦૧/૨૦૨૩ ના ક.૨૦/૩૦ વાગ્યે એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૩૦૪૫૨૩૦૦૦૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૪-, ૩૮૫, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ મુજબનો ગુન્હો. રજી. કરવામાં આવેલ જે અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આવેલ ઔધોગીક એકમો માં કામ કરતા કોન્ટ્રાકટરો, વેપારીઓ, મજુરો, સુરક્ષીત રહીને પોતાના ધંધા રોજગાર કરી શકે અને ખંડણી,લુંટ, કે હુમલા, જેવા બનાવો ન બતે તે માટે તકેદારી રાખવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ ઔધોગીક વિસ્તારોમાં જરૂરી પેટ્રોલીંગ રાખી માંથાભારે ઇસમો ઉપર વોચ ગોઠવી, તથા કોઇ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી. વોરા સા.એ આપેલ જરૂરી માર્ગદર્શન આધારે પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા નાઓની રાહબરી હેઠળ મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત બંન્ને આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે,

પકડાયેલ આરોપીઃ-

(૧) શિવાભાઇ સાદુળભાઇ વાઘ ઉ.વ- ૨૫ ધંધો- પ્રા.નોકરી રે. કોવાયા તા- રાજુલા જિ.અમરેલી. (૨) ભગવાનભાઇ માણસુરભાઇ લાખણોત્રા ઉ.વ-૨૭ ધંધો- પ્રા.નોકરી રે. હાલ કોવાયા તા- રાજુલા, મુળ રહે. જામકા તા-ખાંભા જિ.અમરેલી,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા.સા. નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ, તથા હેડ.કોન્સ. પ્રવિણભાઇ બારીઆ, તથા પો.કોન્સ. અજયભાઈ વાઘેલા તથા લોકરક્ષક રામભાઇ મેપાળ દ્વારા કરવામાં આવેલ છે.

આ પ્રકારના બનાવો અન્ય કોઇ કોન્ટ્રાટકરો,વેપારીઓ,મજુરો, સાથે બનેલ હોય કે કોઇ અસામાજીક તત્વો દ્વારા ડરાવી ધમકાવી, ધાક-ધમકી આપી, ખંડણી, હપ્તા, માંગવામાં આવતા હોય તો પીપાવાવ મરીન પો.સ્ટે. તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી,ની કચેરી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે