બોરસદ તાલુકાના નામણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાંધવામાં આવેલી જલધારાનું આજે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે દાતા મનુભાઈ પટેલ સાથે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય સ્વપ્નિલભાઇ પરમાર સાથે શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.