ખંભાતમાં પ્રજ્ઞાચક્ષુ સામાજિક કાર્યકર રંજનબેન વાઘેલાને ૧૩ વર્ષના ભારે સંઘર્ષ બાદ દિવ્યાંગ અધિનિયમ હેઠળ મકાન માટે જમીન મળેલ છે.જે જમીન પર મકાન બાંધકામ માટેના ખાતમુર્હુત કાર્યક્રમ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલની ઉપસ્થિતમાં યોજાયો હતો.
ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક તેમજ પ્રજ્ઞાચક્ષુ માટે લેખન-વાંચવાની પદ્ધતિ વિકસાવનાર લુઇ બ્રેઇલની ૨૧૩મી જન્મજયંતી નિમિત્તે ખાતમુર્હુત કાર્યક્રમ દરમિયાન રંજનબેન વાઘેલાએ ૧૩ વર્ષના સંઘર્ષ બાદ પ્રાપ્ત થયેલ જમીન વિષય પર પ્રકાશ પાડ્યો હતો.તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી વિભાગમાં પડતી મુશ્કેલીઓને નિવારવા તેમજ દિવ્યાંગ ધારાની જોગવાઈઓનું અમલ કરવા માટે રજુઆત કરી હતી.
ધારાસભ્ય ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી વિભાગો કે જાહેર જગ્યાઓમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે પગલાં લેવામાં આવશે.દિવ્યાંગ વ્યક્તિઓ પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો માટે ટેલિફોનિક, કાર્યાલય ખાતે સંપર્ક કરી શકશે.જેનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવા બાંહેધરી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લા અંધજન મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, બાળસુરક્ષા એકમના-જિમ્મી પરમાર, સાવજસિંહ ગોહિલ, તેજલબેન સોલંકી, ઘનશ્યામ ચાવડા, ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન જાનીસાર શેખે કર્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368