પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત’ અભિયાન અને "ટીબી મિત્ર પ્રોગ્રામ" અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરંજ,તા.ઓલપાડ દ્વારા આયોજીત અને વર્ષ 2025માં ટીબી મુક્ત ભારત લક્ષ્યાંકે કાર્યક્રમ યોજાયો હતો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણે સરપંચ શ્રીમતી રવિના પટેલના અધ્યક્ષ સ્થાને ટીબી પેશન્ટોને પોષણ આહાર કીટ અર્પણ કરાઈ હતી.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર કૃણાલ જરીવાલા અને મેડિકલ ઓફિસર ડો.ચિરાગ પટેલ અને પોષણ આહાર કીટ દાતાઓ ઉપસ્થિત રહ્યા. દેશને ટીબી રોગથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારે ‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત’ અભિયાન શરૂ કર્યું છે. તેનું લક્ષ્ય ભારતને 2025 સુધીમાં સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાનું છે. આ અંતર્ગત સરકારે ‘નિ-ક્ષય મિત્ર’ યોજના શરૂ કરી છે. આ અભિયાનને લોકોનું ઘણું સમર્થન મળી રહ્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યાનુસાર આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 9.57 લાખ દર્દીઓને મદદ કરવા લોકો આગળ આવ્યા છે. 'નિ-ક્ષય મિત્ર' પ્રોગ્રામ હેઠળ, કોઈપણ વ્યક્તિ, એનજીઓ અથવા બિન-સરકારી સંસ્થા ટીબીના દર્દીઓને દત્તક લઈ શકે છે. ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણે યોજાયેલ કાર્યક્રમમાં સરપંચ શ્રીમતી રવિના પટેલે 7 કીટ અને ડો.ચિરાગ પટેલે 2 કીટ,અરવિંદ પટેલ દ્વારા 1 કીટ અને ભાવેશ પટેલે 2 કીટ અને દૂધ મંડળી પારડી ઝાંખરી (એડવોકેટ બળવંત પટેલ) દ્વારા 2 કીટ અર્પણ કરાઇ હતી. જેમાં ટીબીના 15 લાભાર્થીઓને પોષણ આહાર કીટ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં પંચાયત સભ્ય ગની પટેલે પ્રાસંગિક વાતો કરી ઓલપાડના નાગરિકોને મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી હતી. માજી ડેપ્યુટી સરપંચ અને ભાજપા અગ્રણી અને સામાજિક આગેવાન કૌશિક પટેલ, તથા પંચાયત સભ્ય ધર્મેશ પટેલ ડો.ભાવેશ પટેલ (શ્રી રામ ક્લિનિક), એડવોકેટ બળવંત પટેલ,સહીતના હસ્તે કીટો અર્પણ કરાઇ હતી.અને મેડિકલ ઓફિસરો અને સ્ટાફની પ્રસંશનીય સેવાને ઓલપાડ સરપંચ શ્રીમતી રવિના પટેલ દ્વારા બિરદાવવામાં આવી હતી.