ધમદરા ગામની ઝમીનમાં ખોટું પેઢી નમું બનાવી સર્વે નંબર માંથી નામ કાઢી મુક્તા કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી ઈલાબેન હિંમતભાઈ તડવી રહે ડેકાઇ તાલુકો ગરુડેશ્વર નાઓ ના પિતાની માલિકીની સર્વે નંબર 21 પૈકી 01 તથા ખાતા નંબર 98 વાળી જમીન મોજે ધામદરા ગામની સીમ વિસ્તારમાં આવેલ હોય જે જમીનમાં આ કામના ફરિયાદી સીધી લીટીના વારસદાર હોવા છતાં આ કામના તમામ આરોપીઓ ભેગા મળીને ફરિયાદીની જાણ બહાર ખોટી રીતે ખોટું પેઢીનામુ બનાવી સોગંદનામુ પંચક્યાંશ કરી સાચા તરીકે ઉપયોગ કરી આ કામના ફરિયાદી ઈલાબેન હિંમતભાઈ તડવીનું નું સર્વે નંબર 21 પૈકી 01 માંથી નામ કાઢી મુકતા આ કામના ફરિયાદી ઈલાબેન હિંમતભાઈ તડવીએ કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ કેવીડિયા પોલીસ ને થતા કેવડિયા પોલીસે આરોપી (1) સુમિત્રાબેન મનુભાઈ તડવી (2) કાશીબેન મનુભાઈ તડવી (3) મધુબેન મનુભાઈ તડવી (4) શાંતાબેન કાંતિભાઈ તડવી (5) રાજેશભાઈ કાંતિભાઈ તડવી (6) પીન્ટુબેન કાંતિભાઈ તડવી (7) નિલેશભાઈ કાંતિભાઈ તડવી (8) મોહનભાઈ પુનાભાઈ તડવી (9) રામચંદ્ર મણિલાલ તડવી (10) રતિલાલ પુનાભાઈ તડવી તમામ રહે દેકાય વિરુદ્ધ કેવડીયા પોલીસમાં થકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે