થરાદ ની ખોડા ચેકપોસ્ટ ઉપર એમડી ડ્રગ્સ સાથે એકની અટકાયત..
( બ્યુરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા)
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ની ખોડા ચેકપોસ્ટ પર થી એમડી ડ્રગ્સ સાથે એક ઈસમની પોલીસે અટકાયત કરી છે..
જેમાં થરાદ પોલીસ ખોડા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગર ની રાજસ્થાન તરફથી બે ઇસમો ગાડી લઈ ગુજરાત તરફ આવી રહ્યા હતા..
જેથી ખોડા ચેકપોસ્ટ ઉપર પોલીસે ગાડી રોકાવી ગાડી માં બેઠેલા ચાલક સહિત બે ઈસમો માંથી ચાલકના બાજુના બેઠેલા ઈસમ ને નીચે ઉતારી તપાસ કરતા ગાડી ચાલકે તે સમયે મકાનો ફાયદો ઉઠાવી ગાડી લઈ ભાગી છૂટ્યો હતો..
બીજા ઈસમની પોલીસે તપાસ કરતાં મેફેડ્રોન ડ્રગ્સ 19 ગ્રામ જેટલું મળી આવ્યું હતું..
તેથી પોલીસે કુલ મુદ્દામાલ 1.95 નો મુદ્દામાલ કબ્જે લઈ કેસરારામ ગંગારામ જાટ (પોસલા બાડમેર) અને ઓમાંરામ બ્રાહ્મણ (રામદેરીયા કાશ્મીર બાડમેર) વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે..