સાબરકાંઠા માં આવેલ ગાભોઇ માં નવજાત માસુમ બાળકીને જીવતી દાટી દેવાનો બનાવ ગઈ કાલે બન્યો હતો, ભારતના વડાપ્રધાને બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા તનતોડ પ્રયાસ કર્યા છે, છતાં કેટલાક ના સમજ લોકો વાહિયાત બહાના બનાવી નવજાત બાળકીની હત્યા કરી દેતા હોય છે, આવોજ એક બનાવ ગઈકાલે ગાભોઇ પાસે ખેતરમાં જીવતી નવજાત બાળકી મળી આવી હતી જેને લઇ સા. કા. પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી તેમજ ઇન્સ્પેક્ટરસી સી એફ ઠાકોર તેમજ સ્ટાફે યુદ્ધના ધોરણે તપાસ આરંભી બાળકી ના આરોપી તરીકે તેના માતાપિતા મનજુબેન સેલેશભાઈ ને કડી પાસેના નંદાસણ ગાંમ ની નજીક ના ગાંમ થી પકડી લાવી કલમ 307, 317, 447 મુજબ ગુનો નોંધી પૂછ પરછ કરતા આ ગુનો કરવા પાછળનું કારણ માલુમ પડ્યું હતું કે અધૂરા માસે બાળકી નો જન્મ થયો હતો, તેમજ બાળકી હોવાથી અને તેનું ભરપોષણ તેમજ ઈલાજ ગરીબ હોવાથી તેનો ઉછેર કરી શકતા ના હોઈ બાળકીના ગાભોઇ સ્થિત પિતાના ઘરની પાછળ માતા મંજુ બેને જાતે ખાડો ખોદી દાટી દીધી હતી અને તેમના પતિ આજુબાજુ કોઈ જોઈ ના જાય તેનું ધ્યાન રાખતા હતા તેવું કબૂલનામું આપ્યું હતું જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે.
રિપોર્ટર : વારિસ સૈયદ
હિંમતનગર.