ડીસા તાલુકાના આસેડા ગામમાં ખેતીલાયક જમીનમાં ઈટો પાડવાનો ધંધો ફુલ્યો ફાળ્યો છે આ ગેરકાયદેસર ચાલતા ઈટોના ભઠ્ઠાઓ ઉપર કાર્યવાહી જરૂરી બની છે

    આસેડા ગામમાં ચાલતા આ ભઠ્ઠાઓ પરપ્રાંતિયો દ્વારા ચલાવવામાં આવે છે પેહલા ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં લાકડા અને કોલસાનો ઉપયોગ થતો હતો પરંતુ હાલના સમયમાં કોલસાનો ભાવ વધારે હોવાથી તેઓ સસ્તા ઇંધણ તરીકે જોખમી કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જોકે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ઈટોના માલિક દ્વારા જળ જમીન અને વાયુ પ્રદૂષણ કરી રહ્યા છે આમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ વિભાગની ફરજીયાત હોય છે

 ડીસા તાલુકામાં એક પણ ઈંટવાડા માટેની મંજૂરી આપવામાં આવેલી નથી છતાં ડીસા તાલુકામાં પરપ્રાંતીઓ દ્વારા ના ભઠ્ઠા ચલાવવામાં આવી રહ્યા છે અને આ ભઠ્ઠામાં કામ કરતા પરપ્રાંતીઓની કોઈપણ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી નથી