બનાવટી રોયલ્ટી પાસ કાઢી સરકાર ની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરી, સરકાર સાથે છેતરપીંડી કરનાર આરોપીના ૨ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવતી અમરેલી રૂરલ પોલીસ.

મળતી માહિતી મુજબ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે,

 ગઇ તા , ૨૮ / ૦૭ / ૨૦૨૨ ના રોજ પાર્ટ A ગુ.ર.નં .૧૦૦૪ / ૨૦૨૨ આઇ.પી.સી કલમ -૩૭૯ , ૧૮૬ , ૧૧૪ તથા એમ.એમ.આર.ડી. ની કલમ -૧ મુજબના ગુનાના કામે આર.ટી.ઓ રજી . નં . GJ - 16 - X 6937 નંબરનું એક ડમ્પર કબ્જે કરવામાં આવેલ હતું .

પકડાયેલ આરોપીએ સરકાર ને થતી રોલ્યટીની આવકને નુકશાન કરવા તેમજ પોતાનો આર્થિક ફાયદો મેળવવા માટે,ઓશન એન્ટરપ્રાઇઝ રાજસ્થળી દ્વારા,

હાલ ઉપરોક્ત નંબર વાળુ ડમ્પર અમરેલી રૂરલ પોલીસ કબ્જામા હોવા છતા, તે નંબર ના રોયલ્ટી પાસ ઇસ્યુ કરી, સરકારની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરી, સરકાર સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસધાત કરેલ છે .

પકડાયેલ આરોપી ઇસમ :

( ૧ ) ભૌતીકભાઇ સ ./ઓ.નરેશભાઇ જગાભાઇ વાણીયા ઉ.વ.૩૨, ધંધો , વેપાર , રહે.ભાવનગર , નવી પોલીસ લાઇનની બાજુમાં , ચોથા વર્ગના કર્મચારીની સોસાયટી , પ્લોટ નં .૧૩ , તા.જિ. ભાવનગર,

આ કામગીરીમાં અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.