વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. વઢવાણના રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ ખાબક્યો હતો.અષાઢ બાદ શ્રાવણ મહિનામાં પણ સામાન્યથી લઈ અને ચાર ઇંટ જેટલો વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.